DIGITAL GUJARAT SCHOLARSHIP ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ....2021-22

0


 DIGITAL GUJARAT SCHOLARSHIP


ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ...


>>>>  આ સ્કોલરશીપના ફોર્મ તમામ વિદ્યાર્થી ભરી શકશે, આ સ્કોલરશિપમાં ટકારીવારી પ્રમાણે નથી, ટકાવારીની કોઈ જ લિમિટ નથી... 



👉  સ્કોલરશીપ ફોર્મ શરૂ થયાની તા. : 11/10/2021

👉  છેલ્લી તા. : 15/11/2021 સુધી. 


⇛  રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ... 


  • ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે ??? 
  • ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી 
  • જેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ 
  • કોલેજ કરતાં વિદ્યાર્થીઓ
  • ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે 


  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
ફોટો

  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
  • (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક 
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ 
  • (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
  • નોંધ : જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી)... 


ડિજિટલ ગુજરાત માં સ્કોલરશીપ ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવાનો હોય અથવા કોલેજે બતાવવાનું હોય તો પહેલા ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ (કાચી પ્રિન્ટ) કરાવવી ત્યારબાદ જે ફેરફાર હોય તે કરાવીને જ ફાઇનલ સબમિટ કરાવવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જો ફાઇનલ સબમિટ ન કરાવેલ હોય તો ફરજિયાત પણે ફાઇનલ સબમિટ કરાવવું. 



::: હેલ્પ લાઇન નંબર ::: 

👇👇👇

 18002335500 



⟱ બાકી રહેલ જરૂરી તમામ ડૉક્યુમેન્ટ ⟱

  • વિદ્યાર્થીનો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિના દાખલો
  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો વાલીનો આવકનો દાખલો (જો પિતા હયાત ન હોય તો
  • તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય છૂટાછેડાનો આદેશઆધાર રજૂ કર્યેથી માતાનો આવકનો દાખલો માન્ય રહેશે.)
  • વિદ્યાર્થીએ ધોરણ:૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ
  • બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે (જે બેંકો મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક ચેક)
  • આધારકાર્ડ
  • ધોરણ:૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે મતલબ સોગંધનામુ જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાનાં રહેશે)

  • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક)

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

  • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર વિદ્યાર્થીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર નોંધ: વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવેલ છે કે વિદ્યાર્થીઓએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ SCAN કરી અપલોડ

  • કરવા (જો કોઇ ડોક્યુમેન્ટ ઓરીજીનલ ઉપલબ્ધ ન થઇ શકે તેમ હોય તો જ નકલ અપલોડ કરવાની

  • છૂટ આપવામાં આવશે.)

  • (વિદ્યાર્થીએ ફાઇનલ પ્રિન્ટ આઉટ નીકાળ્યા બાદ અરજીમાં સહી કરીને નીચે મુજબના

  • ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરી જે તે શાળા/કોલેજ/સંસ્થામાં જમા કરાવવાના રહેશે)

  • વિદ્યાર્થીના સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિનો દાખલો

  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા વાલીના આવકનો દાખલો (જો વાલી સરકારી નોકરી કરતા હોય તો તેવા સંજોગોમાં કોર્મનાક પણ સાથે રજુ કરવુ.) (જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય તો છૂટાછેડાનો આદેશઆધાર રજૂ કર્યેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે.)

  • વિદ્યાર્થીએ ધોરણ:૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટની નકલ

  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે જો પાસબુક ન હોય તો cancel ચેકની નકલ જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે (જે બેંકો મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક ચેક)

  • ધોરણ:૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે મતલબ સોગંધનામુ

  • જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું પ્રમાણપત્ર (જૈનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાનાં રહેશે)

  • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચની નકલ (ફીશીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીને લાગુ પડશે નહિ.) જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનુ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્રની નકલ
  • વિદ્યાર્થીની(કન્યા)ના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્રની નકલ
  • જરૂર પડ્યે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા આનુષંગિક પુરાવા


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો



::: SC કેટેગરી માટે ::: 

👇👇



::: OBC કેટેગરી માટે ::: 

👇👇




Post a Comment

0Comments
Post a Comment (0)