CBSEના વિદ્યાર્થીઓ | DigiLocker દ્વારા જોઈ શકશે પોતાનું Result

0



CBSEના વિદ્યાર્થીઓ DigiLocker દ્વારા જોઈ શકશે પોતાનું રિઝલ્ટ, બોર્ડે આપી જાણકારી




નવી દિલ્હી: જ્યાં વિદ્યાર્થીઓ પણ તેમના પ્રમાણપત્રો અને માર્ક શીટ્સ સીધા ડાઉનલોડ કરી શકો છો ધોરણ 10 અને વર્ગ 12 વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ સેન્ટ્રલ બોર્ડ (CBSE) બોર્ડ પરીક્ષા પરિણામો માંથી DigiLocker કેન્દ્રીય સરકાર ડિજિટલ ભંડાર પર ઉપલબ્ધ હશે.


CBSEના પરિણામો 2021 DigiLockerમાં ઉપલબ્ધ હશે. ડિજિલોકર અકાઉન્ટમાં લોગીન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ, પાસ સર્ટિફિકેટ, માઈગ્રેશન સર્ટિફિકેટ અને સ્કિલ સર્ટિફિકેટ જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સ મેળવી શકશે. જણાવી દઈએ કે વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિના આધારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે CBSE 31 જુલાઈ સુધી પરિણામો જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વિદ્યાર્થીના ડિજિલોકર એકાઉન્ટમાં મોકલવામાં આવશે.

👉👉શું છે DigiLocker?👈👈



ડિજિલોકર ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્રોને જમા કરવાનું, શેર કરવાનું અને સત્યાપન કરવા માટેનું એક સુરક્ષિત કલાઉડ આધારિત પ્લેટફોર્મ છે, અહીં એકાઉન્ટ બનાવવા માટે આ તબક્કામાં પ્રોસેસ કરવાની રહે છે.

આ રીતે બનાવો એકાઉન્ટ


https://results.digitallocker.gov.in/cbse2020.htmlપર ક્લિક કરો,


• આધાર કાર્ડ મુજબ પોતાનું નામ એન્ટર કરો, • આધાર કાર્ડ મુજબ પોતાની જન્મ તારીખ એન્ટર કરો,


• પોતાની જાતિ (Gender -સ્ત્રી/પુરુષ)નો ઉલ્લેખ કરો,

પોતાનો મોબાઈલ નંબર એડ કરો,

6 આંકડાનો Security Pin નંબર સેટ કરો,

પોતાનું ઈ-મેઈલ આઈડી નાખો,

પોતાનું આધાર કાર્ડ નંબર નાખો,

વિવરણ લખો

એક Username સેટ કરો,


67 મિલિયન લોકોએ બનાવ્યા ડિજિલોકર એકાઉન્ટ


અત્યાર સુધીમાં ડિજિલોકરમાં 210થી વધુ પ્રકારના ડિજિટલ ડોક્યુમેન્ટ છે, અત્યારસુધીમાં 67.06 મિલિયન રજીસ્ટર્ડ યુઝર્સ છે અને તેમને 4.32 બિલિયન જેટલા ડોક્યુમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Post a Comment

0Comments
Post a Comment (0)