Siddhraj Jaysinh Story In Gujarati

0

 

સિદ્ધરાજ જયસિંહ


અણહિલવાડની ગાદી પર કેટલાક પ્રતાપી રાજાઓ થઇ ગયા, તેઓમાં સિદ્ધરાજ જયસિંહ ઘણો નામાંકિત છે.રાજા કરણ સોલંકીને મીનળ દેવી કરીને રાણી હતી, તેણે ઇ.સ ૧૦૯૧ માં સિદ્ધરાજને પાલનપુરમાં જન્મ આપ્યો. સિદ્ધરાજ ત્રણ વર્ષનો થયો એવામાં એક દિવસ તે રમતમાં રાજ ગાદી પર ચઢી બેઠો. એ જોઇને કરણ રાજાએ તે જ દિવસે સારૂં મુહૂર્ત હોવાથી તેનો રાજયાભિષેક કર્યો, ત્યારપછી થોડા દિવસ પછી કરણ રાજાનો કાળ થયો, તેથી સિદ્ધરાજ મોટો થતા સુધી રાજ્યનો સઘળો કારભાર તેની મા મીનળ દેવીએ રૂડી રીતે ચલાવ્યો. 


મીનળ દેવીએ પોતાના કારભારના વખતમાં પોતાના નામથી બે સુંદર સરોવર બંધાવ્યાં, તે આજે પણ કાયમ છે. એ સરોવરોમાંનું એક મીનલસર અથવા મુનસર વિરમગામમાં છે, અને બીજું મલાવ તળાવ ધોળકામાં છે. નર્મદા કાંઠે ભાલોદ ગામ આગળ સોમનાથની જાત્રાએ જતા જાત્રાળુઓ પાસેથી અણહિલવાડના રાજાઓ કર લેતા હતા, તે એ રાણીએ સિદ્ધરાજ પાસે માફ કરાવ્યો.


સિદ્ધરાજ પુષ્ઠ ઉંમરનો થયો, એટલે તે રાજ કારભાર પોતાના હાથમાં લઇ આસપાસના રાજાઓ સાથે લડાઇઓ કરવા લાગ્યો. આ વખતે બર્બર- (આ ઉપરથી બાબરા ભૂતની દંત કથાઓ ચાલે છે, બર્બર લોકો ઉપરથી કાઠીયાવાડના એક પ્રદેશનું નામ બાબરીઆવાડ પડેલુ કહેવાય છે.) નામનો મ્લેચ્છ સરદાર સિદ્ધપુરના બ્રાહ્મણોને ઘણો ત્રાસ આપતો હતો, તેને હરાવીને કેદ પકડયો. જૂનાગઢની પાસે એક ગામમાં એક કુંભારને ઘેર રાણક દેવી નામે ઘણી ખૂબસુરત કન્યા હતી. સિદ્ધરાજનાં માણસોએ તેને જોઇ, અને રાજાને ખબર કહી, તેથી સિદ્ધરાજે તેને પરણવાનો વિચાર કર્યો, તે દરમ્યાનમાં જૂનાગઢનો રાણો રાખેંગાર તેને પરણી બેઠો. 


એ ઉપરથી સિદ્ધરાજ ક્રોધે ભરાયો, અને તેણે જૂનાગઢ પર ચઢાઇ કરીને તે શહેરને બાર વર્ષ સુધી ઘેરો ધાલ્યો. છેવટ રાખેંગારના ભાણેજ ફૂટયા, તેમણે સિદ્ધરાજને જૂનાગઢમાં દાખલ કર્યો. રાખેંગાર બહાદૂરીથી લડ્યો, પણ અંતે તે હાર્યો અને માર્યો  ગયો, અને સિદ્ધરાજે તેનું રાજય પોતાના રાજ્ય સાથે જોડી દીધું. રાણક દેવીને લઇ સિદ્ધરાજ વઢવાણ આવ્યો ત્યાં તે સતી થઇ. ત્યારપછી સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માસાથે લડાઇ શરૂ કરી. એ લડાઇ પણ બાર વર્ષ સુધી ચાલી અંતે યશોવર્મા કેદ પકડાયો, અને તેનો મુલક સિદ્ધરાજે ખાલસા કરી પોતાના મુલકમાં ભેળવી દીધો. આ પછી તેણે બુંદેલખંડના રાજા મદનવમાં ઉ૫૨ ચઢાઇ કરી, અને તેની પાસેથી ઘણું નજરાણું મળ્યું તે લઇ તે પાછો ફર્યો.


લડાઇમાં શૂરો છતાં સિદ્ધરાજ કાંઇક ક્રૂર હતો, એમ કેટલાક ગ્રંથોથી જણાય છે. જૂનાગઢ જીત્યા પછી તેણે રાણક દેવીને પોતાની સાથે પરણવાનું કહ્યું, અને તે કબૂલ થઇ નહિ, તેથી તેના બે બાળકોને તેણે તેમની માના દેખતાં મારી નાંખ્યા . માળવાની ચઢાઇ વખતે પણ ધારા નગરી બાર વર્ષ સુધી તાબે થઇ નહિ, તેથી સિદ્ધરાજે પણ લીધું કે મારી તલવાર બાર વર્ષ સુધી ઉઘાડી રહી, તેનું મ્યાન યશોવર્માની ચામડીનું સીવડાવીશ. ધારા નગરી લીધી અને યશોવર્મા પકડાયો એટલે સિદ્ધરાજેતેની ચામડી ઉતરાવવા માંડી. પણ તેના કારભારીઓ વચમાં પડયા, અને તેમણે કહ્યું કે રાજા અવધ્ય છે, તેના શરીરને ઇજા કરવાની શાસ્ત્રમાં મનાઇ છે, ત્યારે તે બંધ રહ્યો. પછી તેણે યશોવર્માને લાકડાના પાંજરામાં પૂરાવીને પોતાના લશ્કરનીસાથે ફેરવ્યો.




સિદ્ધરાજ તેના પૂર્વજોની પેઠે શૈવ ધર્મી હતો. શ્રીસ્થળ એટ્લે સિદ્ધપુરમાં રુદ્રમાળનું દેરુ રાજા મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હતું, તેને સમરાવીને આ રાજાએ પૂરું કર્યું, અને તેના ઉપર મહાદેવની ધજા ચઢાવી. એ કામની યાદગીરીમાં શ્રીસ્થળ શહેરનું સિદ્ધપુર એવું નામ પાડયું. એ વેળા તેણે મૂળરાજની પેઠે કેટલાક બ્રાહ્મણોને ભાલમાં ૧૦૧ ગામ દાન કર્યા, વળી તેણે પાટણમાં સહસ્ર લિંગ નામે સરોવર બંધાવ્યું. ગુજરાતમાં રજપૂત કાળનાં ઉત્તમ કારીગરીનાં બાંધકામો જોવામાં આવેછે, તેમાનાં ઘણાં ખરાં સિદ્ધરાજેબંધાવ્યાં હતાં એમ કહેવાય છે.ડભોઇનો કિલ્લો, કપડ વણજનો કુંડ, પાટણની રાણીની વાવ, વઢવાણ, વડનગર, ઝીંઝુવાડા વગેરેના ગઢ સિદ્ધરાજે બંધાવેલા હોવાની દંત કથા ચાલે છે. પણ ઈતિહાસથી તેમાંનાં કેટલાક બીજાઓએ બંધાવેલાં જણાય છે.


સિદ્ધરાજના વખતમાં ધર્મના ઘણા વિવાદ ચાલેલા કહેવાય છે. એક તરફ બ્રાહ્મણો અને બીજી તરફ જૈન સાધુઓ વચ્ચે તકરારો ચાલતી, તે ઉપરાંત જૈન ધર્મ માનનારાઓમાં શ્વેતામ્બર અને દિગમ્બર મતના લોકો પણ એકમેકની સાથે વઢતા, વિવાદ થતો ત્યાં સભામાં રાજી પંડે હાજર રહેતો, અને કોની હાર જીત થઇ તે નક્કી કરતો. કોઇ કોઇ વાર હારનારને નગર છોડીને જવું પડતું. કહે છે કે સિદ્ધરાજ સર્વ દેશોમાંથી જુદા જુદા ધર્માચાર્યોને બોલાવીને તેમને પૂછતો, કે મોટામાં મોટાદેવ કયા, સારામાં સારૂં શાસ કર્યું, અનેપાળી શકાય એવો ધર્મ કો-? પણ સઘળા પોત પોતાના મતનાં વખાણ કરતા, અને પારકાના મતની નિંદા કરતા, તેથી તેનું મન ડોલતું રહેતું. તે જુનો શૈવ ધર્મ માનતો ખરો, પણ બીજા ધર્મને બાધ ન આવે તેવી રીતે ચાલતો. હેમાચાર્ય પંડિત જૈન સાધુ છતાં તેને રાજા પોતાની પાસે રાખતો, અને વિજ્ઞાન તરીકે માન આપતો.


માળવાનો ભોજ રાજા અને તેની પછી થયેલા રાજાઓ જેમ વિદ્વાનોની સભાઓ કરતા, અને તેમને ઈનામો આપતા, તેમ સિદ્ધરાજ પણ કરતો. એના વખતમાં શ્રીપાળ નામે રાજ કવિ થયો તેણે સહસ્રલિંગ તળાવ ઉપર એક સુંદર કાવ્ય લખ્યું છે.


સિદ્ધરાજ લગભગ ૫૦ વર્ષ રાજય કરી ઈ.સ. ૧૧૪૩ માં મરણ પામ્યો. સઘરા જેસિંગ એ નામથી ગુજરાતના લોકો સિદ્ધરાજને હજી પણ યાદ કરે છે. એના પરાક્રમથી, સાહસથી તથા ઉદારતાથીએલોકપ્રિયથયો.


આપણે પાછળ વાંચી ગયા કે મૂળરાજે રુદ્રમાળ નામે એક દેવળ બંધાવ્યું, અને સિદ્ધરાજે તે પૂરૂં કરાવ્યું. એ દેવળ પાાથી થોડે દૂર સિદ્ધપુર ગામમાં આવેલું છે. સિદ્ધપુર આગળ થઇને સરસ્વતી નદી વહે છે. ત્યાં હજી પણ હિંદુ લોકો જાત્રા કરવા જાય છે. સરસ્વતી નદી દરિયાને મળતી નથી, તેથી કુંવારી કહેવાય છે, અને સિદ્ધપુર આગળ કેટલેક દૂર સુધી તે સૂર્યના ભણી એટ્લે પૂર્વ દિશા તરફ વળે છે, તેથી હિંદુ લોકો તેટલી જગ્યાનો મહિમા વધારે ગણે છે. સરસ્વતીને ઉત્તર કાંઠેભેખડ ઉપર સિદ્ધપુર શહેર આવેલું છે, તે હાલમાં નદીની બાજુએ આવી રહેલી શ્રીમંત વ્હોરા વેપારીઓની હવેલીઓથી ઘણું રળિયામણું દેખાય છે. ગામમાં મંદિરો, વાડીઓ, ઝાડ, પાન વગેરેની શોભા પણ ઘણી છે. નદીના દક્ષિણ કાંઠાની સપાટીમાં શિવ માર્ગીના આશ્રમો આવી રહ્યા છે, તેમાં જે સૌથી સરસ છે તે ઈન્દોરના હોલકરની રાણી અહલ્યા બાઈએ બંધાવ્યોહતો.


રુદ્રમાળનું દેવળ સરસ્વતીની સામે એક વિશાળ ચોકમાં આવેલું છે. તેનો ઘણો ભાગ હજી કાયમ છે. તે દેવળ સાધારણ આકારનું, ઘણું મોટું ને ત્રણ માળની ઊંચાઇનું છે. તેનો મંડપ બહારથી સમચોરસ છે, પણ થાંભલા એવા ગોઠવ્યા છે કે, અંદરની બાજુએથી એ મંડપ આઠ ખૂણાવાળો હોય એમ જ્માય છે.ત્રણ ત્રણ બાજુઓની મધ્યમાં એ મંડપમાં જવાના માર્ગ છે, તેના ઉપર કમાનવાળા બે માળ કરેલા છે, તેને દર મંડપ અથવા રૂપચોરીઓ કહે છે. ચોથી બાજુએ માંહેલો મૂર્તિ રાખવાનો મંડપ છે. એની બાંધણી શંકુના જેવી છે. તે મધ્યના મંડપ કરતાં ઘણો ઊંચો છે, અને તેનું શિખર ઘૂમટના આકારનુંછે. હાલમાં એ રૂપચોરીઓના ઘૂમટ જતા રહયા છે. અંદરનો મૂર્તિ રાખવાનો મંડપનો માત્રમોખરાનો ભાગ કાયછે.


દેવળની બેઉ બાજુએ અક્કેકા પત્થરના ઊંચા થાંભલા છે. તેને કીર્તિ સ્તંભ કહે છે. એ બે સ્તંભમાંનો એક તો આજે પણ ઘણો ખરો અણી શુદ્ધ છે. તેને મથાળે મોટા દરિયાઇ પ્રાણીના માથાના આકારનું શરૂં છે, તે પોતાની ઊંચાઇના બે તૃતિયાંશ ભાગ જેટલું સ્તંભથી બહાર નીકળતું છે.શરાને ફરતાં તોરણ છે. એ તોરણનો આકાર અર્ધચંદ્ર જેવો છે, તેથી તેના છેડા શરાના નીચલા ભાગને અડેલા છે, અને તેનો વચલો ભાગ ઉપર શરાને માથે લાગેલો છે. આ કીર્તિ સ્તંભ સુમારે પાંત્રીસ ફુટ ઊંચો છે. અને ભોંયથી શિખર સુધી ઘણી જ સરસ કોતરણીથી ભરપૂરછે.


ઉપર કહ્યું તેમ રુદ્રમાળનું દેવળ સરસ્વતી નદીની સામે એક વિશાળ ચોકની વચ્ચો વચ્ચે આવેલું છે.ત્રણ ા૨ મંડપની સામે ત્રણ મોટા દરવાજા છે. ત્યાંથી બહાર જવાય છે. મોખરા આગળનો દરવાજો એક ઘાટઆગળ પડે છે. તે ઘાટમાં પગથિયાંની હારોનદીમાં છેક આઘે સુધી ગયેલી છે. ચોકની આસપાસ કેટલાંક શિખરવાળાં નાનાં દેરા છે, તે કિલ્લા જેવાં છે. એમાનાં ત્રણ દેરા માંહેલા પાછલા ભાગની મધ્યે છે, તે હજી સુધી રહેલાં છે, પણ એમનો ઘાટ ફેરવીને મુસલમાનોએ મસ્જીદ કરીદીધી છે.


સિદ્ધરાજે મોટી મોટી ઈમારતો અને દેવળો બંધાવ્યાં, તથા તળાવો કરાવ્યાં, તેમાં રુદ્રમાળની બરોબરી કરી શકે એવું એક પણ નથી. રુદ્રમાળનો કેટલોક ભાગ હાલમાંનાશ પામ્યો છે. તો પણ જે ભાગ બાકી રહેલો છે તે જોતાં સોલંકી રાજીના વખતની ઉત્તમ કારીગરીનો સારો ભાસ થાય


(પાઠ્ય પુસ્તકનો પાઠ )

This post is for knowledge purpose only, no intention to harm or harass people.


Tags

Post a Comment

0Comments
Post a Comment (0)