GUJARAT UNIVERSITY | B.ed Admission 2021 Started

0


 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Ed. એડમિશન શરૂ

કોર્સ : B.Ed. 


ફોર્મ શરૂ થયાની તા. : 26/08/2021


ગુજરાત યુનિવર્સીટી બી.એડ. મધ્યસ્થ પ્રવેશ સમિતિ ૨૦૨૧-૨૦૨૨


બી.એડ. કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં આપનું હાર્દિક સ્વાગત છે.


ગુજરાત યુનિવર્સીટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષે થનાર બી.એડ. અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા માટેની પ્રાથમિક માર્ગદર્શક સૂચનાઓ:


શિક્ષણ વિદ્યાશાખામાં કેન્દ્રિય ધોરણે મેરીટને આધારે પ્રવેશ પ્રક્રિયા થશે.


જો કોઈ વિષય-પધ્ધતિમાં નિયમાનુસાર પ્રવેશ પ્રક્રિયા હાથ ધર્યા પછી પણ સીટ ખાલી રહેશે તો તે સંજોગોમાં ખાલી રહેતી સિટો અન્ય વિષયના ઉપલબ્ધ વિદ્યાર્થીઓથી ભરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે વિદ્યાર્થી તથા વાલીઓને આથી જણાવવામાં આવે છે કે માત્ર ગુજરાત યુનિવર્સીટીની વેબસાઈટ પર મુકેલ પ્રવેશ


કાર્યવાહી સંબધી માહિતી અને સૂચનાઓનું ધ્યાનપૂર્વક પાલન કરવાથી પ્રવેશની પ્રક્રિયા સુચારુ રૂપે થઈ શકશે. અનધિકૃત માહિતી, અન્ય પ્રલોભનો, દુષ્પ્રચારથી પ્રભાવિત ના થવું. શિક્ષણ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં કામચલાઉ પ્રવેશની પ્રક્રિયા તા.૨૬-૦૮-૨૦૨૧ ગુરૂવાર સાંજ થી કાર્યરત થશે


શિક્ષણ ફેકલ્ટીના પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન તમામ બી.એડ. કોલેજો પ્રવેશ અંગેના હેલ્પસેન્ટર રહેશે.


રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા વિદ્યાર્થી પોતાની સામાન્ય માહિતી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝ ફોટો ,


સહીનો નમુનો, જો કોઈ કેટેગરી લાગુ પડતી હોય તો તેનું પ્રમાણપત્ર (SEBC ના વિદ્યાર્થીએ તા.૦૧-૦૪-૨૦૧૯


કે ત્યારબાદ મેળવેલ નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર ),વગેરે દસ્તાવેજો સોફ્ટ કોપી માં તૈયાર રાખવા, જે રજીસ્ટ્રેશન ફોર્મ સમયે અપલોડ કરવાના રહેશે.


એડમીશન પોર્ટલમાં મુકવામાં આવતી માહિતી સૂચનાઓ વાંચતા રહેવું અને તેનો અમલ કરવો.


શિક્ષણ વિદ્યાશાખાની પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકા રજીસ્ટ્રેશન કરતી વખતે પ્રાપ્ત થશે અને તે એડમીશન પોર્ટલ પર મુકવામાં આવશે. બી.એડ, મધ્યસ્થ પ્રવેશ સમિતિ ૨૦૨૧-૨૦૨૨ દ્વારા વખતો-વખત ગુજરાત યુનીવર્સીટી અને NCTEના પ્રવર્તમાન


નિયમોને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓના હિતમાં પ્રવેશ સંબંધી જે નિર્ણય લેશે તે તમામને બંધનકર્તા રહેશે.



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

લોગીન કરવા માટે અહિયાં ક્લિક કરો.

રજીસ્ટ્રેશન કરવા માટે અહિયાં ક્લિક કરો.










Post a Comment

0Comments
Post a Comment (0)